હું કોણ છું :
મારું નામ પ્રજાપતિ ભાવેશ
છે . હું પોતે એક ગ્રંથપાલ છું . હું ગુજરાતમાં આવેલા મહેસાના શહેરમા રહું છું .
સારું એવું જીવન જીવી રહ્યો છું . કહેવાય તો સારું પણ સંઘર્ષમય જીવન છે . જેવું
મેં મારું ભણવાનું એટલે કે લાઈબ્રેરી સાયંસ પૂરું કર્યું ત્યારે એ સમયે પુસ્તકાલયમાં
નોકરી મળતી જ નહતી . એ ભણ્યા પછી મને જાણ થઇ કે આ વિષયની સરકારે છેલ્લા દશ વર્ષમાં
જાહેરાત જ બાર નથી પાડી . એના પછી હું મુજવણમાં આવી ગયો . એવું લાગવા લાગ્યું કે
મારું હવે શું થશે . પછી મેં મહેસાના માં જ આવેલી પુસ્તકાલયમાં સેવા આપી . લગભગ છ
મહિના સેવા આપી . સેવા આપવાનું મૂળ કારણ અનુભવ છે . હાલના સમયમાં કોઈ પણ માણસને
અનુભવ વગર કોઈ કામે નથી રાખતું . બસ આ જ મારી સાથે પણ થયું . ત્યારબાદ મહેસાણા માં
જ આવેલા ભાંડું ગામમાં પુસ્તકાલય બની હોવાથી કોઈ ગ્રંથપાલની જરૂર હતી તો એ નોકરી
મને અચાનક જ મળી ગઈ . પગાર ખુબ ઓછો હતો પણ મનમાં થયું કાંઈ નહિ કામ તો મળ્યું ભલે
હાલ ઓછો પગાર હોય આના લીધે મારો પોતાનો ખર્ચો તો નીકળી જશે . ત્યારપછી મને મહેસાણા
માં જ બજારમાં આવેલી એટલે કે તોરણવાળી માતાના ચોકે છાપી પુસ્તકાલય છે ત્યાં નોકરી
મળી . ત્યાં પણ પગારના લોચા હતા .પહેલા જ્યાં નોકરી હતી એના કરતા તો સારું હતું .
ત્યાં મારી મુલાકાત એક વાંચક જીતેન્દ્ર ભાઈ સાથે થઇ . એમને મને એ જ્યાં શાળામાં
નોકરી કરતા હતા ત્યાં ગ્રંથપાલની જગ્યા ખાલી હતી તો તેઓ મને ત્યાં લઇ ગયા . ત્યાં
મને અમુક સવાલો પૂછવામાં આવ્યા જો સવાલો સાચા હશે તો નોકરી પાક્કી . ત્યાં પણ
નોકરી મળી તો ગઈ . પગાર પણ થોડો વધારો થયો પણ રોજનું અપડાઉન ભારે પડી જતું હતું .
ત્યારપછી ત્યાં બે વર્ષ નોકરી કર્યા પછી ફરીપાછું મહેસાણા માં જ નોકરી મળી ગઈ સી.બી.
એસ.સી સ્કુલમાં . હાલ હું મહેસાણા માં જ આવેલી એન્જી એન્ટર નેશનલ સ્કુલ માં નોકરી
કરું છું .
કેવી રીતે બન્યો હું બ્લોગર :
વ્યવસાયે હું એક ગ્રંથપાલ
છું . મને વાંચવાનો શોખ છે હા પણ એટલો બધો પણ નહિ . હા પણ મને લખવાનો શોખ ઘણો .
મને લખવાનો શોખ મારી જ સ્કુલમાં નોકરી કરતા પંકજ શુકલા સર પાસેથી થયો . એમની સ્પીચ
એટલી ખતરનાક હોય છે કે છેક હદય ને સ્પર્શી જાય . એમની એમના હિન્દી વિષય પ્રત્યે
એટલી તો પક્કડ છે કે વાત જ ના પૂછો . સ્કુલના એન્યુવલ ડે માં રજુ થવાની સ્ટોરી એ
પોતે જ તૈયાર કરે એટલે મને આ જોઈ ને ખુબ જ આંનદ થયો . એના પછી મેં પોતાના જ જીવન
ઉપર એક પુસ્તક તૈયાર કર્યું . એ પુસ્તક આમ તો તૈયાર જ છે પણ હજુ પબ્લીશ નથી કર્યું
. કારણ કે મારી હાલ કોઈ પહેચાન નથી . અને એટલું તો હું પણ સમજુ છું છે કોઈ જીવન
ચરિત્ર પુસ્તક ફેમસ વ્યક્તિઓના નામના જ હોય . જે દિવસે મારી પોતાની એક આગવી છાપ
ઉભી થઇ જશે ત્યારે એ નિયત સમયે જરૂર પબ્લીશ કરીશ . જ કે હાલમાં તો મારું એક પુસ્તક
પબ્લીશ કરી દીધું છે તે ગઝલ પુસ્તક છે . તેનું નામ પ્રેમ નું પારેવું છે . આવા તો
એક હિન્દી પુસ્તક પણ તૈયાર થઇ ગયું છે અને એક શોર્ટ સ્ટોરી નું પણ એક પુસ્તક તૈયાર
થઇ ગયું છે ટૂંક સમય માં એ પણ રજુ થઇ જશે .
0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો